Tuesday 8 July 2014

લંડન સંસદની બહાર ગાંઘીજીની પ્રતિમા લગાવવામાં આવશે





લંડનના પાર્લિયામેન્ટ સ્ક્વેર પર મહાત્મા ગાંધીની પ્રતિમાં લગાવવામાં આવશે. બ્રિટેનના વિદેશ મંત્રી વિલિયમ હેગ અને નાણામંત્રી જોર્જ ઓસબર્ને ઘોષણા કરી છે. હાલ બંન્ને નેતાઓ ભારતના બે દિવસના પ્રવાસે છે.

બ્રિટની નેતાઓ તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહ્યું કે મહાત્મા ગાંધીએ સમગ્ર દુનિયામાં અહિંસક નાગરિક અધિકાર આંદોલનને પ્રેરિત કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 'પોતાના લોકતંત્રના પ્રતીક સ્થળ પર આ મહાન વ્યક્તિની પ્રતિમા લગાવવી એ યોગ્ય વાત છે. જેનાથી અમને તેમના આદર્શો અને તેમના ઉપદેશો પર ચાલવા માટેની પ્રેરણા મળશે'

નિવેદનમાં કહ્યું કે, ગાંઘીજીનો લંડન સાથે વિશેષ સંબંધ છે. લંડનમાં રહીને અભ્યાસ કરનારા કેટલાય ભારતીયોની જેમ ગાંધીજીએ પણ ત્યાં રહીને અભ્યાસ કર્યો હતો. આ પ્રતિમા આવતા વર્ષના શરૂઆતના મહિનાઓમાં લગાવવામાં આવશે. પ્રતિમા બનાવવા માટે પ્રતિષ્ઠિત શિલ્પકાર ફિલિપ જેક્સનનો સંપર્ક .કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની પ્રતિમા પાર્લિયામેન્ટ સ્ક્વેર પર લગાવવામાં આવતી 11મી પ્રતિમા હશે

No comments:

Post a Comment