Thursday 17 July 2014

ભારતીય મૂળની બ્રિટીશ મહિલા સાંસદ (@UKParliament) @priti4witham @BBCNews ની '@narendramodi કવરેજ' ફરિયાદને #UKGovt પાસે લઇ ગઈ


ભારતીય મૂળની બ્રિટીશ મહિલા સાંસદ પ્રીતિ પટેલ કે જેણે બીબીસી ન્યુઝ ચેનલ વિરુદ્ધ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એકતરફી પ્રસારણ બતાવવા બદલ ફરિયાદ નોંધાવી હતી, તેણી આ બાબતને યુ.કે.માં ઉચ્ચ અધિકારીઓ સુધી લઇ ગઈ છે.

પ્રીતિ પટેલ (ઇન્ડિયન ડાયસ્પોરા ચેમ્પિયન) કે જેમની નિમણુંક બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરોન દ્વારા થઇ હતી, તેણીએ બીબીસી ડાયરેક્ટર જનરલ ટોની હોલને ગયા મહીને લખ્યું હતું કે 'ન્યુઝનાઈટ' નામનો કાર્યક્રમ કે જે 16 મેના રોજ ભારતના ચુંટણી પરિણામો વખતે પ્રસારિત થયેલો, તેમાં એકતરફી વસ્તુ બતાવી હોવાનો આક્ષેપ કર્યો હતો.   

જયારે પ્રોગ્રામના એડિટરે આક્ષેપના વળતા જવાબમાં કહ્યું હતું કે કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની એકતરફી વાત ન હતી છતાં પ્રીતિએ આ બાબતે યુ.કે.ના કલ્ચર મીનીસ્ટર સઈદ જાવીદને આ બાબતે લખ્યું હતું.

વિથામના સાંસદ પ્રીતિ પટેલે બ્રિટનમાં પણ ભારતીય મૂળના લોકોને બીબીસી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા રહેવા જણાવ્યું હતું. "કાર્યક્રમ રજુ કરનાર યાલ્દા હકીમે નરેન્દ્ર મોદીને વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ એટલે કહેલું કારણકે ગુજરાત રમખાણો એક એવી સમસ્યા છે જે વિવાદોને આકર્ષિત કરે છે."

"અમારો તે દિવસે રાત્રે પ્રસારિત થયેલ કાર્યક્રમ મોદીના આસપાસ થતા વિવાદો અને તેમની ચુંટણીમાં હકારાત્મક જીત પર આધારિત હતો...આથી હું ભારતની છબી કહરદૈઇ છે તેવા આક્ષેપોને નકરું છું", એમ કેત્ઝેએ પત્રમાં જણાવ્યું હતું. તેમ છતાં પટેલે જણાવ્યું હતું કે યુ.કે.માં આ કાર્યક્રમથી ઘણા ભારતીયોની ભાવનાઓ સાથે ચેડા થયા હતા.

"અસર પામેલા લોકોના વિચારોને રજુ કરવા મેં સ્ટેટ કલ્ચર સેક્રેટરીને પત્ર લખ્યો છે અને હું લોકોને અપીલ કલારુ છું કે આ સંદર્ભે બીબીસીમાં ફરિયાદ કરો", એવું તેણીએ એક નિવેદન આપતા જણાવ્યું હતું.

No comments:

Post a Comment