Tuesday 22 July 2014

Happy B'day આકાશવાણી(@airnewsalerts),87 વર્ષનાં AIRની જાણો અજાણી વાતો



ભારતમાં 1927માં પહેલું સરકારી રેડિયો સ્ટેશન 23 જૂલાઈનાં રોજ મુંબઈમાં શરૂ થયું હતું. તે સમયે મુંબઈમાં ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં તે ઓલ ઈન્ડિયા રેડિયો તરીકે ઓળખાય છે. તે જ દિવસે પહેલું ઈંગ્લિશ બુલેટિનનું રેડિયો પર પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે ભારતમાં ગામડે ગામડે નાના નાન રેડિયો સ્ટેશન 1920ની સાલથી સ્થપાવાનાં શરૂ થઈ ગયા હતાં. ગુજરાતમાં પહેલું રેડિયો સ્ટેશન વડોદરામાં ગાયકવાડી સરકારે શરૂ કર્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1939માં શરૂ કરાવ્યું હતું. તે રેડિયો દ્વારા વડોદરાની જનતાને રાજગાયક ઉસ્તાદ ફૈયાઝ ખાંના કાર્યક્રમોનો નિયમિત લાભ મળતો હતો. તેમનો કાર્યક્રમ આફતાબ-એ-મૌસુકી નામે આવતો હતો. મહારાજા સયાજીરાવની ઈચ્છા રાજમહેલ સામેના એક મકાનમાં જ રેડિયો સ્ટેશન સ્થાપવાની હતી. પરંતુ એ પુરી થઈ શકી ન હતી. તેસમયે આ રેડિયો સ્ટેશન સલાટવાડા ચાર દરવાજા વિસ્તારમાં હતું. જોકે હાલમાં સરકારી રેડિયો સ્ટેશન મકરપુરા વિસ્તારમાં છે. 

1948માં વડોદરા સ્ટેટના રેડિયોને ઓલ ઈન્ડિયા રેડિયો સાથે ભેળવી દેવામાં આવ્યુ હતું. પછી તો અમદાવાદ-વડોદરા બન્ને સંયુક્ત સ્ટેશન જાહેર થતાં આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. એ વાક્ય શ્રોતાઓમાં જાણીતુ બન્યુ હતું.

મૈસુરમાં 1936માં પોતાનું ખાનગી રેડિયો સ્ટેશન સ્થાપ્યા પછી મૈસુર યુનિવર્સિટીમાં સાઈકોલોજી ભણાવતા પ્રોફેસર એમ.વી.ગોપાલસ્વામીએ રેડિયો માટે આકાશવાણી નામ આપ્યું હતું. હવે તો એ નામ અપાર લોકપ્રિયતા ધરાવે છે અને રેડિયોની ઓળખ બની ચૂક્યુ છે. 

ઓલ ઈન્ડિયા રેડિયોનું (રોજ સવારે પ્રસારણ શરૂ થાય ત્યારે વાગતું) થિમ સંગીત પણ તેની ઓળખ બન્યુ છે.

એ ધૂન ચેકોસ્લોવેકિયાના સંગીતકાર વોલ્ટર કોફમેને કમ્પોઝ કરી હતી. જોકે બધા આ વાત સાથે સહમત નથી. કેટલાક ઈતિહાસકારોના મતે આ ધૂન ઠાકુર બલવંતસિંહે કમ્પોઝ કરી હતી. એ ધૂનમાં તાનપુરા, વાયોલા અને વાયોલિન એમ ત્રણ વાજિંત્રનો ઉપયોગ થયો છે.

No comments:

Post a Comment