Monday 14 July 2014

બ્રિક્સ સંમેલન વિશે જાણવા જેવી બાબતો #BRICSSummit


વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સંમેલન (BRICS Summit)માં ભાગ લેવા માટે બ્રાઝિલ ગયા છે. બ્રિક્સ એ પાંચ દેશોનો સમુહ છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીની બ્રિક્સ સંમેલનમાં હાજરીની સાથે અન્ય એક મહત્વની બાબત એ છે કે આ સંમેલનમાં બ્રિક્સ ડેવલપમેન્ટ બેંક (BRICS Development Bank)નો શુભારંભ થવાનો છે. આ બેંકે ઘણી ચર્ચા જગાવી છે. આ વખતે બ્રાઝિલમાં યોજાઇ રહેલા પાંચ દેશોના બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જ બ્રાઝિલ જવા રવાના થઇ ગયા હતા. આ બેઠકમાં નરેન્દ્ર મોદી અન્ય ચાર દેશોના વડાઓ સાથે મળીને દક્ષિણ એશિયા વિસ્તારમાં ચાલી રહેલા પ્રશ્નો અને તેના નિરાણકર અંગે ચર્ચા કરવા ઉપરાંત મંદ અર્થતંત્રને કેવી રીતે સ્થિર ગતિ પૂરી પાડવી તે અંગે ચર્ચા કરશે. આ સંમેલનમાં પાંચે દેશોના પ્રશ્નો અને તેના નિરાકરણની ચર્ચા કરવા ઉપરાંત એક વિકાસલક્ષી બેંકની રચનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. બ્રાઝિલમાં 14 અને 15 જુલાઇના રોજ મળનારા બ્રિક્સ સંમેલનમાં નેતાઓ યુનાઇટેડ નેશન્સ અને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ પાસે કેટલાક સુધારાઓની રજૂઆતના મુદ્દાઓ પણ તૈયાર કરશે. આ સંમેલનના બીજા અને અંતિમ દિવસે બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકની રચનાની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે તેમ માનવામાં આવે છે. બ્રિક્સ ડેલવલમેન્ટ બેંકને પાંચ દેશો દ્વારા ચલાવવામાં આવશે. આ બેંક અંગે જાણવા જેવી પાંચ મહત્વની બાબતો આગળ સ્લાઇડમાં આપવામાં આવી છે. જે વાંચવા ક્લિક કરો...


પ્રથમ વિચાર

સાઉથ આફ્રિકાના ડર્બનમાં જુલાઇ 2009માં મળેલી 5મી બ્રિક્સ સમિટ દરમિયાન બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકની રચનાનો વિચાર વહેતો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ છઠ્ઠા બ્રિક્સ સંમેલનમાં આ બેંકની રચના કરવા અંગેનો કરાર બ્રિક્સ દેશોએ સાઇ

બેંકની હેડક્વાર્ટર


બ્રિક્સ બેંકના હેડક્વાર્ટર માટે જોહાનિસબર્ગ અને શાંધાઇ સાથે ભારતની રાજધાની નવી દિલ્હી પણ રેસમાં સામેલ છે. અનેક લોકોએ શાંધાઇમાં ભાષા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા અવરોધો

બ્રિક્સ બેંકનો હેતુ


બ્રિક્સ ડેવલપમેન્ટ બેંક સ્થાપવાનો મુખ્ય હેતુ અમેરિકન ડોલરની સતત વટઘટની સ્થિતિમાં વિકસતા અર્થતંત્રોની આર્થિક સ્થિતને સ્થિર રાખવાનો છે.

બ્રિક્સ ડેલવલમેન્ટ બેંક અંગે પાંચ મહત્વની બાબતો


આ બેંકની સ્થાપના માટે કુલ 50 બિલિયન અમેરિકન ડોલરનું મૂડી ભંડોળ નક્કી કરવામાં આવ્યું છે. આ માટે દરેક દેશ 10 બિલિયન ડોલરનું ભંડોળ આપશે. ભંડોળની વાટાઘાટો દરમિયાન ચીને 41 બિલિયન ડોલરનું ફંડ આપવાની વાત કરી હતી. જેની સામે અન્ય દેશોને પ્રશ્ન થયો હતો કે આ દ્વારા ચીન બેંકમાં પોતાની શક્તિ વધારવા માંગે છે.

ચીનનો વાંધો  બ્રિક્સ ડેલવલમેન્ટ બેંક અંગે પાંચ મહત્વની બાબતો

 આ વિચારનો પ્રારંભમાં ચીને વિરોધ કર્યો હતો. તેનું હેડક્વાર્ટર ક્યાં રાખવું અને અન્ય ટેકનિકલ બાબતો અંગે વિરોધ કર્યા બાદ પાછળથી તેણે આ વિચારના અમલીકરણમાં સમર્થન આપ્યું હતું. જેના કારણે બેંકની સ્થાપના વચ્ચેના તમામ અવરોધો દૂર થયા હતા.


No comments:

Post a Comment